ચોંકાવનારો કિસ્સો: નૂડલ્સ ખાધા બાદ 2 વર્ષના છોકરાનું મૃત્યુ
Shere :   
 

હાલના સમયમાં ખાસ કરીને બહારનો ખોરાક, તેમજ ફાસ્ટ ફૂડ ખાતા અને બાળકોને ખવડાવતા માતા-પિતા માટે ચેતવા સમાન કિસ્સો પ્રકાસમાં આવ્યો છે. તમિલનાડુમાં ત્રિચીનો એક 2 વર્ષનો છોકરો ફ્રિજમાં રાખેલા નૂડલ્સ ખાવાથી મૃત્યુ  પામ્યો છે.

સમયાપુરમના મહાલક્ષ્‍મી દંપતીને 2 વર્ષનો સાઈ તરુણ નામનો પુત્ર

તે કેટલીક એલર્જીથી પીડાતો હતો અને તેથી તે દવા લઈ રહ્યો હતો. દરમિયાન શુક્રવારે (17 જૂન) રાત્રે મહાલક્ષ્‍મીએ રાત્રિભોજન માટે નૂડલ્સ બનાવ્યા અને તેણે બાકીના નૂડલ્સ ફ્રીજમાં રાખ્યા.

બેહોશ થવાના પગલે તરુણને નજીકની ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા. તેની તપાસ કરનારા તબીબોએ કહ્યું કે, છોકરાને મૃત લાવવામાં આવ્યો હતો. કોલ્લીદામ પોલીસે મૃતદેહને કબજે કરીને શ્રીરંગમ સરકારી હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે, ત્યારે હવે પોસ્ટમોર્ટમ બાદ જ સત્ય ખબર પડશે.

 
Shere :