દુનિયામાં શસ્ત્રોના સોદાગર અમેરિકામાં 2020 માં ઇરાદાપૂર્વક હત્યામાં લગભગ 30 ટકાનો વધારો
અમેરિકા જઈ વસવું તે મોટાભાગના ભારતીયોનું શમણું હોય છે. ભારત એક સાંસ્કૃતિક ધરોહર ધરાવતો દેશ છે , પરંતુ 21મી સદી ના મધ્યાહને આજે લોકો ને પશ્ચિમ દેશોનું તે હદે ઘેલું લાગેલું છે કે, ખાન-પાન , રહેણી-કહેણી , પહેરવેશ જેવી તમામ ચીજોમાં વેસ્ટર્ન ટચ જોવા મળે છે. અને તેથી વિશેષ તો આપણી માનસિકતા પણ હવે પશ્ચિમી દેશો જેવી થઇ ગઈ હોવાથી આપણે પશ્ચિમી બિબાઢાળમાં જ જીવવા માંગીયે છીએ..
પરંતુ જાણી લેજો કે, ડુંગરા દૂરથી જ રળિયામણા હોયછે.. અહીંની સામાજિક વ્યવસ્થાનું માળખું તો ભારત જેટલું મજબૂત નથી જ પરંતુ અહીં હિંસાનું પ્રમાણ પણ ઇવન ટીનએજમાં વધુ પરમનામાં નોંધાઈ રહ્યું છે. આ અંગેની માહિતી મુજબ, યુ.એસ.માં 2020 માં હત્યા અને ઇરાદાપૂર્વક હત્યામાં તીવ્ર વધારો થયો હતો. ત્રણ ચતુર્થાંશથી વધુ હત્યાઓ બંદૂકો વડે કરવામાં આવી હતી. FBIના નવા રિપોર્ટમાં આ વાત સામે આવી છે. ફેડરલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (FBI) અનુસાર, વર્ષ 2020માં 77 ટકા હત્યાઓ બંદૂક દ્વારા કરવામાં આવી હતી. એફબીઆઈએ સોમવારે જણાવ્યું હતું કે યુ.એસ.માં હત્યા અને અન્ય દોષિત હત્યાઓની સંખ્યા 2020 માં 29.4 ટકા વધીને 21,500 થઈ ગઈ છે
પાછલા વર્ષની સરખામણીમાં આ એક તીવ્ર વધારો હતો, જો કે તાજેતરના આંકડાઓ 1980 અને 1990 ના દાયકાની શરૂઆતમાં યુ.એસ.માં નિયમિતપણે નોંધાતા ડેટા કરતા ઘણા ઓછા છે. આખી દુનિયામાં શસ્ત્રોના સોદાગર તરીકે જાણીતા બનેલ અમેરિકા માં જ એફબીઆઈના યુનિફોર્મ ક્રાઈમ રિપોર્ટ અનુસાર, 77 ટકા હત્યાઓ બંદૂકથી કરવામાં આવી છે. વર્ષ 2019માં તે 74 ટકા હતો. 2020માં એકંદરે હિંસક ગુનામાં 5.6 ટકાનો વધારો થયો છે, જ્યારે મિલકતના ગુનામાં 7.8 ટકાનો ઘટાડો નોંધાયો છે. FBI અનુસાર દેશમાં હિંસક હુમલામાં 12 ટકાનો વધારો થયો છે. રિપોર્ટમાં જાણવા મળ્યું છે કે આ હ ત્યામાં વધારો રાષ્ટ્રીય હતો, પ્રાદેશિક નથી. પરંતુ દક્ષિણના રાજ્ય લ્યુઇસિયાનામાં હત્યાનો દર દેશમાં સૌથી વધુ છે.
બંદૂકના વેચાણમાં તેજી :
ક્રાઇમ નિષ્ણાતો અને પોલીસ અધિકારીઓ 2020 માં હત્યાઓમાં અચાનક તીવ્ર વૃદ્ધિ માટે સંભવિત સ્પષ્ટતાઓનું વિશ્લેષણ કરી રહ્યા છે, પરંતુ સ્પષ્ટ કારણ આપ્યું નથી. જો કે, નિષ્ણાતોએ કોરોનાવાયરસ રોગચાળાની અસ્થિર અસરો અને બંદૂકના વેચાણમાં વધારો તરફ ધ્યાન દોર્યું છે.
ટેક્સાસ રાજ્યના હ્યુસ્ટન શહેરમાં બંદૂક હત્યામાં 55 ટકાનો વધારો જોવા મળ્યો, જે 2019માં 221થી વધીને 2020માં 343 થયો. વર્ષ 2020 માં હ્યુસ્ટનમાં 400 થી વધુ હત્યાઓ નોંધાઈ હતી. વિશ્લેષકોએ હત્યામાં વધારા માટેના અન્ય સંભવિત કારણો પણ પ્રકાશિત કર્યા છે, જેમ કે બંદૂક વહનમાં વધારો. જ્યોર્જ ફ્લોયડની હત્યા બાદ પોલીસ અને નાગરિકો વચ્ચે અવિશ્વાસ વધ્યો છે.
એફબીઆઈએ જણાવ્યું હતું કે લગભગ 16,000 ફેડરલ, રાજ્ય, શહેર, યુનિવર્સિટી, કોલેજ અને આદિજાતિ એજન્સીઓએ ગુના અહેવાલો માટે ડેટા સબમિટ કર્યો હતો. વિકસિત દેશોમાં યુએસમાં હત્યાનો દર ઘણો ઊંચો છે. G20 સભ્યોમાંથી, માત્ર દક્ષિણ આફ્રિકા, બ્રાઝિલ અને રશિયામાં માથાદીઠ હત્યા દર સૌથી વધુ છે, જ્યારે આર્જેન્ટિનાના આંકડા લગભગ સમાન છે.