વર્ષ 2020માં રંગભેદ વિરોધી પ્રદર્શન દરમિયાન બે લોકોની હત્યા બાબતે કાઈલ રિટેનહાઉસને ગયા વર્ષે નવેમ્બરમાં કોર્ટ દ્વારા મુક્ત કરી દેવાયાના થોડા કલાક પછી ફ્લોરિડાના એક ગન ડીલરે એસાલ્ટ રાઈફલ લહેરાવતા વ્યક્તિની ઈમેજનો એવા નારા સાથે પ્રચાર કર્યો કે - ‘મર્દો વચ્ચે અસલ મર્દ બનો’. જોકે, રિટેનહાઉસે બે વ્યક્તિની હત્યા કરી હતી, ત્યારે તે સગીર વય (17 વર્ષ)નો હતો. હકીકતમાં અમેરિકામાં ફાયર આર્મ્સ ઈન્ડસ્ટ્રી હથિયારોનું વેચાણ વધારવા માટે વર્ષોના રિસર્ચના આધારે વસતીના વિશેષ સમૂહ પર ફોકસ કરે છે.
ગન કંપનીઓએ છેલ્લા વીસ વર્ષમાં પોતાના બજારનું ઝીણવટપૂર્વક નિરીક્ષણ કર્યું છે. તેમનું આત્મસુરક્ષા, સ્વાભિમાન, મર્દાનગી અને ડરની ભાવનાઓ પર આધારિત તેમનું વેચાણ અભિયાન અત્યંત સફળ રહ્યું છે. વર્ષ 2000માં દેશમાં 85 લાખ ફાયરઆર્મ્સ વેચાયા હતા. અપરાધની આશંકાથી પ્રભાવિત મહિલાઓ સૌથી વધુ બંદૂક ખરીદનારા વર્ગમાં સામેલ છે. બંદૂક નિર્માતાઓ, વકીલો અને ચૂંટાયેલા જનપ્રતિનિધિઓએ અમેરિકાના એક મોટા વર્ગને વિશ્વાસ અપાવ્યો છે કે, તેમની પાસે એક બંદૂક તો હોવી જ જોઈએ.
ગયા મહિને હ્યુસ્ટનમાં નેશનલ રાઈફલ એસોસિએશનના સંમેલનમાં મિસોરીના એક બંદૂક નિર્માતા બ્લેક રેન આર્ડનન્સે એનઆર-15 સ્ટાઈલની બંદૂકને બીઆરઓ-ટાયરન્ટ(અત્યાચારી) અને બીઆરઓ-પ્રોડેક્ટર (શિકારી) નામે રજૂ કરી છે. અન્ય ડઝનબદ્ધ નિર્માતાઓ, ડીલરોએ પણ આવો જ પ્રચાર કર્યો છે. વારંવાર સામુહિક ગોળીબારની ઘટનાઓએ ઈન્ડસ્ટ્રી અને તેના સહયોગીઓ માટે તકો પેદા કરી છે. 2012માં સેન્ડીહૂક સ્કૂલ હત્યાકાંડ પછી બંદૂકોના વેચાણમાં તીવ્ર વધારો નોંધાયો છે.
બંદૂક ઈન્ડસ્ટ્રીએ 2016થી પોતાનાં ગ્રાહકોની વિગતવાર યાદી તૈયાર કરી છે. છેલ્લા એક વર્ષના અભ્યાસમાં જોવા મળ્યું કે, સામાન્ય રીતે બંદૂક ધરાવતા મોટાભાગના લોકો 40 વર્ષની વયના ગોરા પુરુષ હતા. તેમની પ્રાથમિકતા હેન્ડગન હતી. બંદૂક ઈન્ડસ્ટ્રી એસોસિએશનના રિપોર્ટમાં ભયભીત ગ્રાહકો સુધી પહોંચ બનાવવાનું ઉદાહરણ પ્રસ્તુત કરાયું છે. એક ઈમેજમાં શહેરના સમુસાન વિસ્તારમાં ચાકુ લઈને સામે આવતા પુરુષને જોઈને મહિલા પોતાની હેન્ડબેગમાંથી બંદૂક કાઢતી જોવા મળે છે.
માર્કેટિંગ એજન્સી- કન્સીલ્ડ કેરી એરોસિએશનના પ્રમુખ તિમોથી સ્મિડનું કહેવું છે કે, બંદૂક ખરીદનારા નવા લોકોમાં ઉપનગર અને ગ્રામીણ વિસ્તારમાં રહેતો વર્ગ ઉમેરાઈ ગયો છે. બંદૂર રાખનારા માત્ર ગોરા પુરુષ જ નહીં, અશ્વેત અને મહિલા ગ્રાહકોની સંખ્યા પણ વધી છે. રિપબ્લિકન અને ડેમોક્રેટિક પાર્ટીના ઉમેદવાર નેશનલ રાઈફલ એસોસિએશનનો ટેકો પ્રાપ્ત કરવાનો પ્રયાસ કરે છે. રિપબ્લિકન પાર્ટીએ બંદૂકોની તરફેણમાં જોરદાર અભિયાન ચલાવ્યું છે.
દક્ષિણ કેરોલિનામાંથી સંસદની ચૂંટણીલડનારી ક્રિસ્ટીના જેફ્રીને તેમની એક જાહેરાતમાં એક-47 રાઈફળ સાથે બતાવાઈ છે. મિસોરી રાજ્યના ગવર્નર પદની ચૂંટણીમાં રિપબ્લિકન એરિક ગ્રીટેન્સ એક મશીનગન ફીટ કરેલા વાહન પર સવાર થઈને ઓબામાની ડેમોક્રેટ મશીન સામે લડવાના સોગંદ લે છે. 2018માં જ્યોર્જિયાના ગવર્નરની ચૂંટણીામં બ્રાયન કેમ્પને ફાયર આર્મ્સથી ભરેલા રૂમમાં બતાવાયા હતા.
મહિલાઓને પ્રભાવિત કરવા માટે પણ જાહેરાત
મહિલાઓને પ્રભાવિત કરવા માટે લાંબા સમયથી અભિયાન ચલાવાઈ રહ્યા છે. 1996માં લેડીઝ હોમ જર્નલના મેગેઝિનમાં એક જાહેરાતમાં કિચનના ટેબલ પર એક બેરેટા હેન્ડગન બતાવાઈ છે. સાથે સ્લોગન હતું - ‘હોમ ઓનર્સ ઈન્શ્યોરન્સ’. 1960થી 1990 વચ્ચે મોટાભાગની જાહેરાતો ગનના ઉપયોગ પર કેન્દ્રિત હતી. વર્ષ 2000થી આત્મસુરક્ષા માટે હથિયારબંધ હોવા પર ભાર મૂકાવા લાગ્યો. 2019માં શિકાર સંબંધિત જાહેરાત માત્ર દસ ટકા રહી ગઈ હતી. આ પરિવર્તન સાથે સેમીઓટોમેટિક હેન્ડગન અને એઆર-15 રાઈફલોનું વેચાણ વધ્યું છે. આ હથિયારોનો ઉપયોગ પોલીસ અને સેના કરે છે.
Source : Divyabhaskar News