ક્રિપ્ટોકરન્સી હરામ:ઇન્ડોનેશિયામાં ક્રિપ્ટો હરામ ઉલેમાઓએ કહ્યું- જુગાર છે.
 

ઇન્ડોનેશિયાની નેશનલ ઉલેમા કાઉન્સિલ અને મજલિસઉલેમા ઈન્ડોનેશિયા મુસ્લિમો માટે ક્રિપ્ટો કરન્સીનો ચલણ તરીકે ઉપયોગ હરામ (નિષેધ) ગણાવ્યો છે. કાઉન્સિલના ધાર્મિક નિયમોના પ્રમુખ અસરુન નિયામ શોલેહે કહ્યું કે ક્રિપ્ટોને એટલે હરામ ગણાવીએ છીએ કે તેમાં અનિશ્ચિતતા છે અને તે એક પ્રકારનો જુગાર છે, જે નુકસાન પહોંચાડી શકે છે.

ક્રિપ્ટો કરન્સી એક વસ્તુ કે ડિજિટલ પ્રોપર્ટીના રૂપમાં શરિયતના સિદ્ધાંતોનું પાલન કરે અને ચોખ્ખો ફાયદો દર્શાવી શકે તો તેનો વ્યાપાર કરી શકાય. એમયુઆઇ પાસે દેશમાં શરિયતના કાયદાના પાલનનો અધિકાર છે.

એમયુઆઇ પાસે નાણા મંત્રાલય અને મધ્યસ્થ બેન્ક સાથે ઇસ્લામી નાણાકીય મુદ્દે પરામર્શ કરવાનો અધિકાર પણ છે. બીજી તરફ બેંક ઓફ ઈન્ડોનેશિયા ડિજિટલ કરન્સી લાવવા વિચાર કરી રહી છે. હવે સ્થાનિક કંપનીઓ ક્રિપ્ટો કરન્સી જારી કરવા અંગે ફેરવિચાર કરી શકે છે.

 
Shere :