પુતિન મને દેશ-વિદેશમાં મારી નાખવા માંગે છેઃ યુક્રેનના રાષ્ટ્રપતિનો આરોપ
 
યુક્રેન પર રશિયાનો હુમલો સોમવારે પાંચમાં દિવસે પણ ચાલુ રહ્યો હતો. દરમિયાન, યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમિર ઝેલેન્સકીએ આશંકા વ્યક્ત કરી છે કે રશિયન રાષ્ટ્રપતિ મારી હત્યા કરવા માંગે છે. આ માટે ક્રેમલિને 400 સશસ્ત્ર લડવૈયાઓને કિવ મોકલ્યા છે. આ ભાડૂતી સૈનિકો ક્રેમલિનના આદેશ પર કિવમાં પ્રવેશ્યા છે અને કોઈપણ કિંમતે મને મારી નાખવા માંગે છે, જેથી કિવમાં રશિયન સમર્થિત સરકારની સ્થાપના થઈ શકે. 'ધ ટાઈમ્સ' મેગેઝીને તેની તાજેતરની આવૃત્તિમાં રાષ્ટ્રપતિને ટાંકીને એક અહેવાલ પ્રકાશિત કર્યો છે.
 
વેગનર ગ્રૂપ એક ખાનગી મિલિશિયા છે જે પ્રમુખ પુતિનના સૌથી નજીકના સાથીઓ દ્વારા ચલાવવામાં આવે છે. પાંચ અઠવાડિયા પહેલા આફ્રિકાના આ ભાડૂતી સૈનિકો પૈસાના લોભમાં ઝેલેન્સકીની સરકારનો નાશ કરવાના મિશન પર ઉડાન ભરી હતી.
 
રાજધાનીમાં 36 કલાકનો કડક કર્ફ્યુ
યુક્રેન સરકારને શનિવારે સવારે તેમના મિશન વિશે માહિતી મળી હતી. આ પછી યુક્રેન સરકારે રાષ્ટ્રપતિની સુરક્ષા વધારી દીધી છે. આ મિશનની માહિતી મળતાં જ યુક્રેનની સરકારે રાજધાનીમાં 36 કલાકનો સખત કર્ફ્યુ લગાવી દીધો છે અને નાગરિકોને કહેવામાં આવ્યું છે કે જો આ દરમિયાન કોઈ બહાર દેખાય તો તેને ગોળી મારી શકાય છે.
 
Shere :