કેનેડામાં મોટો રોડ અકસ્માતઃ 5 ભારતીય વિદ્યાર્થીઓના મોત
કેનેડાઃ કેનેડામાં એક માર્ગ અકસ્માતમાં 5 ભારતીય વિદ્યાર્થીઓના મોત થયા છે. આ અકસ્માત શનિવારે ઓન્ટારિયો હાઇવે પર શનિવારે થયો હતો. પાંચેય વિદ્યાર્થીઓ કારમાં જઈ રહ્યા હતા, રસ્તામાં કાર એક ટ્રેક્ટર ટ્રેલર સાથે અથડાઈ, ત્યારબાદ ત્રણેયના મોત થયા. કેનેડામાં ભારતીય હાઈ કમિશનર અજય બિસારિયાએ સોમવારે આ ઘટનાની જાણકારી આપી હતી. તેમણે જણાવ્યું કે આ દુઃખદ અકસ્માત શનિવારે થયો હતો.
ભારતીય દૂતાવાસે શોક વ્યક્ત કર્યો: ભારતીય હાઈ કમિશનરે ટ્વિટર પર અકસ્માતમાં માર્યા ગયેલા વિદ્યાર્થીઓના પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી અને કહ્યું કે ટોરોન્ટોમાં ભારતીય દૂતાવાસ પીડિતોના મિત્રોને તમામ શક્ય મદદ પૂરી પાડી રહી છે.
માર્યા ગયેલાઓની ઓળખ કરવામાં આવી છે: ક્વિન્ટે વેસ્ટ ઓન્ટારિયો પ્રોવિન્સિયલ પોલીસ (OPP) અનુસાર, અકસ્માતમાં માર્યા ગયેલા વિદ્યાર્થીઓની ઓળખ હરપ્રીત સિંહ, જસપિન્દર સિંહ, કરણપાલ સિંહ, મોહિત ચૌહાણ અને પવન કુમાર તરીકે કરવામાં આવી છે. હાલ પાંચેયના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવ્યા છે. ત્યાંથી રિપોર્ટ આવ્યા બાદ આગળની કાર્યવાહી કરવામાં આવશે. પોલીસ અધિકારીઓએ જણાવ્યું કે અકસ્માતની તપાસ કરવામાં આવી રહી છે.
2 વિદ્યાર્થીઓ ઘાયલ: આ અકસ્માત પછી, કેનેડામાં ભારતીય હાઈ કમિશનરે ટ્વીટ કર્યું કે, "કેનેડામાં હ્રદયદ્રાવક દુર્ઘટના: ટોરોન્ટો નજીક શનિવારે કાર અકસ્માતમાં 5 ભારતીય વિદ્યાર્થીઓના મોત નીપજ્યા. અન્ય બે ઘાયલો હોસ્પિટલમાં પીડિતોના પરિવારો પ્રત્યે ઊંડી સંવેદના. તેમના પરિવારજનોને પણ જાણ કરવામાં આવી છે.સહાય માટે ટીમ પીડિતોના મિત્રોના સંપર્કમાં છે.