રશિયા યુક્રેન તણાવ વચ્ચે સારા સમાચાર,રશિયાએ પોતાના સૈનિકો પાછા બોલાવી લીધા
યુક્રેન પર મંડરાઈ રહેલા સંકટની વચ્ચે એક મોટા સમાચાર આવી રહ્યા છે. યુક્રેનની સરહદ પાસે રશિયાઈ સૈનિકોએ પીછેહટ કરી છે. યુક્રેનની નજીક તૈનાત સૈનિકોને રશિયા પાછી બેસ પર મોકલી રહ્યું છે.
અમેરિકાએ હુમલાનો કર્યો હતો દાવો
યુક્રેન પર મંડરાઈ રહેલા સંકટની વચ્ચે એક મોટા સમાચાર આવી રહ્યા છે. યુક્રેનની સરહદ પાસે રશિયાઈ સૈનિકોએ પીછેહટ કરી છે. યુક્રેનની નજીક તૈનાત સૈનિકોને રશિયા પાછી બેસ પર મોકલી રહ્યું છે. રશિયાનું કહેવું છે કે, યુક્રૈન પાસે તૈનાત અમુક સૈનિકો પોતાના ઠેકાણે પાછા ફરી રહ્યા છે. રશિયાએ મંગળવારે કહ્યું હતું કે, તે યુક્રેનની સરહદ પાસે પોતાની અમુક ફોર્સને તેના બેસ કેમ્પ પર પાછા બોલાવી રહ્યા છે. અમેરિકા અને રશિયામાં વધતા તણાવ અને સંકટ વચ્ચે ડી-એસ્કેલેશનની દિશામાં આ મોટું પગલું માનવામા આવે છે.
શું યુક્રેન સંકટ ટળી ગયું ?
મંગળવારે 15 ફેબ્રુઆરી સવારે રશિયાઈ રક્ષામંત્રાલયના પ્રવક્તાએ કહ્યું કે, યુક્રેનની પાસે તૈનાત અમુક ફોર્સે પોતાના અભ્યાસ પુરો કરી લીધો છે અને તે જવા માટે તૈયાર છે. રશિયાઈ આક્રમણને ટાળવા માટે ઘણા દિવસથી રાજકીય પ્રયાસો પણ થઈ રહ્યા છે. ઉંડા રાજકીય પ્રયાસ બાદ રશિયાએ આ પગલું ભર્યું છે. રશિયાઈ રક્ષા મંત્રાલયના મુખ્ય પ્રવક્તા ઈગોર કોનાશેવકોવે જણાવ્યું હતું કે, દક્ષિણી અને પશ્ચિમી સૈન્ય જિલ્લાની યુનિટ પોતાનું કામ પુરુ કર્યા બાદ રેલ અને સડક પરિવહન પર પોતાના હથિયારો અને સામન લોડ કર્યા બાદ પોતાના સૈન્ય કેમ્પ તરફ પાછા વળવાનું શરૂ કરી દીધું છે.
યુક્રેન પાસે તૈનાત હતા રશિયન સૈનિકો
જો કે, હાલમાં તે સ્પષ્ટ થઈ શક્યુ નથી કે, પાછા વળતી વખતે કેટલા યુનિટ આવ્યા છે અને પાછા આવેલા આ સૈનિકોની કુલ સંખ્યા પર કેટલો પ્રભાવ પડશે. હાલમાં રશિયન સૈનિકોની વાપસીની જાહેરાત સંકટ ટળવાના અણસાર દેખાઈ રહ્યા છે. આ મામલાને લઈને પ્રથમ પ્રતિક્રિયા જર્મન ચાંસેલર ઓલાફ સ્કોલ્ઝની આવી છે. કારણ કે, જર્મન ચાંસેલર રશિયાઈ રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનની સાથે વાતચીત માટે મંગળવારે મોસ્કોમાં હતાં. સોમવારે વ્લાદિમીર પુતિનના વિદેશ અને રક્ષા મંત્રીઓની ટિપ્પણીઓથી તણાવ ઓછો થવાની આશા જાગી હતી.
જણાવી દઈએ કે, છેલ્લા કેટલાય દિવસથી યુક્રેન મામલે સંકટ ખૂબ વધી રહ્યું છે. તો વળી યુએસના રાષ્ટ્રપતિએ દાવો કર્યો હતો કે, ટૂંક સમયમાંજ રશિયા યુક્રેન પર હુમલો કરી શકે છે. તો વળી યુક્રેનના રાષ્ટ્રપતિનો દાવો હતો કે, 16 જાન્યુઆરીએ રશિયા યુક્રેન પર હુમલો કરશે.