શ્રીલંકામાં ઈંધણની કટોકટી વધુ ઘેરીઃ પેટ્રોલ પંપની બહાર લાંબી કતારો, હિંસાના ડરથી સેના તૈનાત
Shere :   
 
જીવનજરૂરી ચીજવસ્તુઓના ભાવમાં અચાનક વધારો અને ઈંધણની અછતના કારણે હજારો લોકોને કલાકો સુધી પેટ્રોલ પંપ પર ઉભા રહેવાની ફરજ પડી રહી છે. લોકોને દરરોજ કલાકો સુધી વીજકાપનો પણ સામનો કરવો પડી રહ્યો છે.
 
શ્રીલંકામાં ઈંધણની અછતને કારણે પેટ્રોલ પંપ પર લોકોની લાંબી કતારો જોવા મળી રહી છે. સ્થિતિ એ છે કે ઇંધણના વિતરણના સંચાલન અને દેખરેખ માટે મંગળવારે પેટ્રોલ પંપ પર સેનાને તૈનાત કરવી પડી છે. વિદેશી હૂંડિયામણની અછતને કારણે દેશમાં ભારે આર્થિક અને ઉર્જા સંકટ સર્જાયું છે.
 
જીવનજરૂરી ચીજવસ્તુઓના ભાવમાં અચાનક વધારો અને ઈંધણની અછતના કારણે હજારો લોકોને કલાકો સુધી પેટ્રોલ પંપ પર ઉભા રહેવાની ફરજ પડી રહી છે. લોકોને દરરોજ કલાકો સુધી વીજકાપનો પણ સામનો કરવો પડી રહ્યો છે.
 
મંગળવારે સવારે, નિઃશસ્ત્ર સૈનિકો સરકારી માલિકીની સેલોન પેટ્રોલિયમ કોર્પોરેશન દ્વારા સંચાલિત પંપ પર લોકોને નિયંત્રિત કરતા જોવા મળ્યા હતા. ઉર્જા મંત્રી ગામિની લોકુગેએ પત્રકારોને જણાવ્યું હતું કે, "કોઈપણ અપ્રિય ઘટનાને ટાળવા માટે અમે પેટ્રોલ પંપ પર લશ્કરી જવાનોને તૈનાત કરવાનો નિર્ણય લીધો છે કારણ કે લોકો વેપાર કરવા માટે કેનમાં ઈંધણ લઈ રહ્યા છે."
 
"તેઓ (સૈનિકો) સુનિશ્ચિત કરશે કે લોકોમાં ઇંધણનું યોગ્ય રીતે વિતરણ કરવામાં આવે," તેમણે કહ્યું. ઈંધણ માટે કતારમાં ઉભેલા લોકોમાંથી અત્યાર સુધીમાં ચાર મૃત્યુ નોંધાયા છે. વિદેશી હૂંડિયામણની કટોકટીના કારણે બળતણ, રાંધણ ગેસ અને અન્ય આવશ્યક ચીજવસ્તુઓની આયાત અટકી ગઈ છે. નોંધનીય છે કે શ્રીલંકાની સરકારે ભારત પાસેથી લોનની મદદ માંગી હતી, જે બાદ ભારતે ગયા અઠવાડિયે આર્થિક સંકટને દૂર કરવા માટે એક અબજ ડોલરની લોન આપી હતી.
 
Shere :