પાકિસ્તાનમાં ગૃહયુદ્ધનો ડર, અનેક શહેરોમાં સેના તૈનાત, ઈમરાનનો નવો પેંતરો…
Shere :   
 
ઈસ્લામાબાદઃ પાકિસ્તાનમાં રાજકીય અસ્થિરતાને કારણે ગૃહયુદ્ધની શક્યતા વધી ગઈ છે. અવિશ્વાસની દરખાસ્ત દરમિયાન સરકાર લઘુમતીમાં સમેટાઈ ગઈ છે અને પડવાની તૈયારીમાં છે, ત્યારે અવિશ્વાસ પ્રસ્તાવ દરમિયાન દેશમાં હિંસા થવાની સંભાવનાને કારણે ઘણા મોટા શહેરોમાં સેના સક્રિય થઈ ગઈ છે. બીજી તરફ પોલીસ પ્રશાસને પણ ઈમરાન સરકાર સામે બળવો પોકાર્યો છે.
 
ઈમરાનનો નવો દાવપેચ... હવે 25થી સંસદનું સત્ર બોલાવાયું
ઈમરાન ખાને હવે વિધાનસભાનું વિશેષ સત્ર 21થી નહીં પરંતુ 25 માર્ચથી બોલાવ્યું છે. સત્રને વધુ 4 દિવસ ખસેડવામાં આવતા વિપક્ષી દળો ગુસ્સે થયા છે. અવિશ્વાસ પ્રસ્તાવ પર 28 માર્ચે મતદાન છે. પીટીઆઈના 14 સહિત 24 બળવાખોર સાંસદો સંસદના સિંધ ભવનમાં ઉભા છે, જેનાથી ઈમરાન સરકાર જોખમમાં મૂકાઈ ગઈ છે.
 
Shere :