આર્મ્સ રેસ: વિશ્વનો સૈન્ય ખર્ચ $2.1 ટ્રિલિયનની સર્વકાલીન ઊંચી સપાટીએ, ભારત ત્રીજા ક્રમે
Shere :   
 
વિશ્વ જ્યારે કોરોના મહામારી સામે લડી રહ્યું હતું ત્યારે પણ વિશ્વભરના દેશોએ હથિયારો પર ખર્ચ વધાર્યો હતો. એટલું જ નહીં, મહામારીના બીજા વર્ષમાં વિશ્વનો સૈન્ય ખર્ચ 2.1 ટ્રિલિયન ડોલરના રેકોર્ડ સ્તરે પહોંચી ગયો છે.
 
રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધ વચ્ચે વધુ એક મોટા સમાચાર સામે આવ્યા છે. સ્ટોકહોમ ઇન્ટરનેશનલ પીસ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ (SIPRI) અનુસાર, વિશ્વમાં લશ્કરી ખર્ચ $2.1 ટ્રિલિયનના સર્વકાલીન ઉચ્ચ સ્તરે પહોંચી ગયો છે. સૈન્ય ખર્ચના મામલામાં ભારત ત્રીજા સ્થાને પહોંચી ગયું છે. 
 
શસ્ત્રો પાછળ ખર્ચ કરવામાં અમેરિકા અને ચીન સૌથી આગળ છે. તેમના પછી ભારતે સ્થાન મેળવ્યું છે. વર્ષ 2021 માટે SIPRIના રિપોર્ટ અનુસાર, આ વર્ષે અમેરિકા, ચીન, ભારત, બ્રિટન અને રશિયાએ હથિયારો પર સૌથી વધુ ખર્ચ કર્યો છે. રિપોર્ટ અનુસાર, 2021માં 76.6 બિલિયન ડોલરના સૈન્ય ખર્ચ સાથે ભારત વિશ્વમાં ત્રીજા ક્રમે છે. તે 2020 ની સરખામણીમાં 0.9 ટકા અને 2012 ની સરખામણીમાં 33 ટકા વધ્યો છે.
 
વિશ્વ જ્યારે કોરોના મહામારી સામે લડી રહ્યું હતું ત્યારે પણ વિશ્વભરના દેશોએ હથિયારો પર ખર્ચ વધાર્યો હતો. એટલું જ નહીં, મહામારીના બીજા વર્ષમાં વિશ્વનો સૈન્ય ખર્ચ 2.1 ટ્રિલિયન ડોલરના રેકોર્ડ સ્તરે પહોંચી ગયો છે. આ રીતે સળંગ સાતમા વર્ષે સૈન્ય ખર્ચમાં વધારો થયો છે. 
રિપોર્ટ અનુસાર, અમેરિકાએ વાસ્તવમાં સમગ્ર વિશ્વના સૈન્ય ખર્ચમાં 0.7 ટકાનો વધારો કર્યો અને તે $2113 બિલિયન હતો. અમેરિકાએ સમીક્ષા હેઠળના વર્ષમાં સૈન્યમાં $801 બિલિયનનો ખર્ચ કર્યો હતો. ગત વર્ષની સરખામણીએ તેમાં 1.4 ટકાનો ઘટાડો થયો છે. અમેરિકાએ સંરક્ષણ સંશોધન પર 24 ટકા અને હથિયારોની ખરીદી પર 6.4 ટકા ઓછો ખર્ચ કર્યો છે. 
 
2021 માં કુલ લશ્કરી ખર્ચના 62 ટકા જેટલો સૌથી વધુ લશ્કરી ખર્ચ કરનારા પાંચ દેશોનો હિસ્સો છે. જ્યારે જીડીપીમાં ઘટાડો થયો અને જનતા ફુગાવાના બોજથી ઝઝૂમી રહી, ત્યારે શસ્ત્રો પરનો ખર્ચ 6.1 ટકા વધ્યો. 
 
સંસ્થાના મુખ્ય સંશોધક ડૉ. ડિએગો લોપેસ ડી સિલ્વાએ કહ્યું કે કોરોના મહામારીમાંથી સાજા થયા બાદ સંરક્ષણ ખર્ચમાં ઝડપથી વધારો થયો અને વૈશ્વિક જીડીપીના 2.2 પર પહોંચી ગયો. જો કે, 2020 માં તે વિશ્વ જીડીપીના 2.3 ટકા હતો. 
 
ચીન બીજા સ્થાને આવ્યું છે. ચીને સંરક્ષણ પાછળ $293 બિલિયનનો ખર્ચ કર્યો. તેણે 2020ની સરખામણીમાં સંરક્ષણ ખર્ચમાં 4.7 ટકાનો વધારો કર્યો છે. ચીનની સરખામણીમાં ભારતનો વિકાસ નજીવો છે. 
 
Shere :