આ મહિને જગન્નાથ રથયાત્રા, ગુપ્ત નવરાત્રિ, દેવશયની એકાદશી અને ગુરુ પૂર્ણિમા જેવા મોટા પર્વ આવશે
Shere :   
 

15 જૂન, બુધવાર એટલે આજથી જેઠ મહિનાનો વદ પક્ષ શરૂ થઈ ગયો છે અને 30 જૂન, ગુરુવારથી અષાઢ મહિનાની શરૂઆત થશે. આ દિવસોમાં દેવશયની એકાદશી, યોગિની એકાદશી, મિથુન સંક્રાંતિ, પ્રદોષ વ્રત, માસિક શિવરાત્રિ, સંકષ્ટી ચોથ અને જગન્નાથ રથ યાત્રા જેવા અનેક તહેવાર આવશે. ધર્મ ગ્રંથો પ્રમાણે અષાઢ મહિનાના સ્વામી ભગવાન વિષ્ણુ છે. આ હિંદુ મહિનામાં કરવામાં આવતા વ્રત-ઉપવાસથી બીમારીઓ દૂર રહે છે અને ઉંમર વધે છે. ત્યાં જ, અષાઢ મહિનામાં શિવપૂજા અને સ્નાન-દાન કરવાથી જાણ્યે-અજાણ્યે થયેલાં પાપ દૂર થઈ જાય છે. આ મહિનાથી ભગવાન વિષ્ણુ ચાર મહિનાની યોગ નિદ્રામાં જતા રહે છે અને ચાતુર્માસ શરૂ થઈ જાય છે.

પુરીના જ્યોતિષાચાર્ય ડો. ગણેશ મિશ્ર જણાવે છે કે અષાઢ મહિનો જ્યોતિષની દૃષ્ટિએ ખૂબ જ ખાસ હોય છે. આ મહિના દરમિયાન જ સાયન અને નિરયણ બંને પ્રકારે સૂર્ય કર્ક રાશિમાં આવી જાય છે. જેથી દક્ષિણાયન શરૂ થાય છે. અષાઢ મહિનામાં જ વર્ષા ઋતુની શરૂઆત થઈ જાય છે. આ મહિને સૂર્ય પોતાની મિત્ર રાશિમાં રહે છે.

ખાસ તહેવારઃ 1 જુલાઈએ જગન્નાથ રથયાત્રા અને 10મીએ દેવશયની એકાદશી
24 જૂન, શુક્રવાર(યોગિની એકાદશી)-
5 જુલાઈએ જેઠ મહિનાના વદ પક્ષની એકાદશી રહેશે. આ દિવસે ભગવાન વિષ્ણુના વામન અવતાર અને યોગીરાજ શ્રીકૃષ્ણની પૂજા કરવાની પરંપરા છે.
29 જૂન, બુધવાર(જેઠ અમાસ)- આ દિવસને હલહારિણી અમાસ કહેવામાં આવે છે. આ પર્વમાં સ્નાન-દાન સાથે જ પિતૃઓ માટે શ્રાદ્ધ કરવાની પરંપરા છે. સાથે જ આ દિવસે ધરતી દેવીની ખાસ પૂજા કરવામાં આવે છે.
30 જૂન, ગુરુવાર (ગુપ્ત નવરાત્રિ, ચંદ્ર દર્શન)- આ દિવસથી દેવી ઉપાસના માટે ગુપ્ત નવરાત્રિ શરૂ થશે. જેમાં સાધનાનું ખાસ મહત્ત્વ રહેશે. ભક્ત તંત્ર, મંત્ર સાધના કરશે.
01 જુલાઈ, શુક્રવાર (જગન્નાથ રથયાત્રા)- રથયાત્રા મહોત્સવ ઊજવવામાં આવશે. ભગવાન જગન્નાથજીની યાત્રા કાઢવામાં આવશે. આ દિવસે પુષ્ય નક્ષત્રનો સંયોગ પણ રહેશે.
03 જુલાઈ, રવિવાર (વિનાયક ચોથ)- સૌભાગ્ય અને સુખ-સમૃદ્ધિની કામના સાથે આ દિવસે ભગવાન ગણેશજીની પૂજા થશે અને વ્રત રાખવામાં આવશે.
8 જુલાઈ, શુક્રવાર (ભડલી નોમ)- રાજસ્થાન અને મધ્યપ્રદેશ સહિત થોડા રાજ્યોમાં આ તિથિ લગ્ન અને બધા માંગલિક કાર્યો માટે વણજોયું મુહૂર્ત માનવામાં આવે છે.
10 જુલાઈ, રવિવાર (દેવશયની એકાદશી, ચાતુર્માસ શરૂ)- આ અંગે માન્યતા છે કે આ તિથિથી ચાર મહિના માટે ભગવાન વિષ્ણુ ક્ષીરસાગરમાં શયન કરવા જતા રહે છે અને પછી દેવઊઠી એકાદશીએ જાગે છે. આ દિવસથી ચાતુર્માસ પણ શરૂ થશે. આ ચાર મહિનામાં માંગલિક અને શુભ કાર્યો વર્જિત રહે છે.
13 જુલાઈ, બુધવાર (ગુરુ પૂર્ણિમા, અષાઢ પૂર્ણિમા)- આ તિથિએ અષાઢ મહિનાનો સુદ પક્ષ પૂર્ણ થઈ જશે અને 25 જુલાઈથી શ્રાવણ મહિનાની શરૂઆત થશે. આ દિવસે મહર્ષિ વેદવ્યાસજીની પૂજા કરવામાં આવે છે. જેમણે મહાભારત સહિત 18 પુરાણોની રચના કરી છે.

 

Article Source by : Divyabhaskar  news

 
Shere :