આ દિવસે છોડ-ઝાડ વાવવાથી અખૂટ પુણ્ય મળશે, સ્નાન-દાન કરવાથી પાપ દૂર થશે
Shere :   
 

પુરાણો કહે છે દાન કરો અને ઝાડ-છોડ વાવો
પુરીના જ્યોતિષાચાર્ય ડો. ગણેશ મિશ્રના જણાવ્યા પ્રમાણે આ સમયગાળા દરમિયાન ઝાડ-છોડ વાવવાથી ક્યારેય નષ્ટ ન થતું પુણ્ય મળે છે. આ દિવસે ઝાડ-છોડમા પાણી પીવડાવવાથી દેવતાઓ અને પિતૃઓ પ્રસન્ન થાય છે સાથે જ ગ્રહોના અશુભ ફળમા પણ ઘટાડો આવે છે.

ગરુડ, પદ્મ અને સ્કંદ પુરાણ સાથે જ પરંપરાઓ પ્રમાણે આ દિવસે જરૂરિયાતમંદ લોકોને દાન કરવાથી અનેક ગણું પુણ્ય મળે છે. આ સમયગાળા દરમિયાન અનાજ, જળ, કપડા, છત્રી અને બૂટ-ચપ્પલનું દાન કરવાની પરંપરા છે.

પીપળો, આંબળા અને તુલસી દ્વારા અશ્વમેઘ યજ્ઞનું ફળ મળશે
પદ્મ, વિષ્ણુધર્મોત્તર અને સ્કંદ પુરાણમાં ઉલ્લેખવામાં આવ્યું છે કે પીપળો, આંબળા અને તુલસી વાવવાથી અનેક ગણુ પુણ્ય મળે છે. અન્ય પુરાણો પ્રમાણે આ પવિત્ર ઝાડ-છોડને વાવવાથી અશ્વમેઘ યજ્ઞ જેટલું પુણ્ય મળે છે. સાથે જ લીમડો, બીલીપાન, વડ, આમલી અને આંબાના ઝાડ પણ વાવવાથી જાણ્યે-અજાણ્યે થયેલાં પાપ દૂર થઈ શકે છે. આ ઝાડ-છોડ વાવવાથી દરેક પ્રકારની પરેશાનીઓથી પણ છુટકાર મળવા લાગે છે.

પૂનમના દિવસે શું કરવું
સૂર્યોદય પહેલાં જાગીને તીર્થ સ્નાન કરવું. તીર્થમાં જઈ શકો નહીં તો ઘરના જ પાણીમાં ગંગાજળના થોડા ટીપા મિક્સ કરીને સ્નાન કરી લેવું. તે પછી પૂજા કરો અને દાનનો સંકલ્પ લીધા પછી જરૂરિયાતમંદ લોકોને સત્તૂ, પાણીનો ઘડો, પંખો અને છત્રીનું દાન કરી શકો છો. આ દિવસે ભગવાન શિવ-પાર્વતીની પૂજા કરવાનું વિધાન ગ્રંથોમાં ઉલ્લેખવામાં આવ્યું છે. મંદિર જઈને દૂધમાં પાણી મિક્સ કરીને શિવલિંગ ઉપર ચઢાવો. તે પછી પીપળામાં જળ ચઢાવો. ઝાડની નીચે ઘીનો દીવો પ્રગટાવો અને તેની પરિક્રમા કરો. સાંજે શિવ મંદિરમાં તલના તેલનો દીવો પ્રગટાવો.

રાશિ પ્રમાણે ઝાડ-છોડ વાવી શકો છો

  • મેષ: આંબળા, જાસૂદ, આંબલી, કેસૂડો
  • વૃષભઃ જાસૂદ, જાંબૂ, કેસૂડો કે અંજીર
  • મિથુનઃ કેસૂડો, રોઝવૂડ, વાંસ કે આપામાર્ગ
  • કર્કઃ વાંસ, પીપળો, નાગકેસર અને પલાશ
  • સિંહઃ વડ, પલાશ અને આંકડો
  • કન્યાઃ આપામાર્ગ, દૂર્વા અને વેલ
  • તુલાઃ વેલ, અર્જુન, ગૂલર અને બકુલ
  • વૃશ્ચિકઃ લીમડો, લીંબૂ અને કેસૂડો
  • ધનઃ પીપળો, કેળ, શાલ, અશોક કે ફણસ
  • મકરઃ શમી, આંકડો કે ફળસ
  • કુંભઃ શમી, કુશ કે આંબો
  • મીનઃ આંબો, પીપળો, લીમડો અને કુશ

 

 

 
Shere :