અમરેલી જિલ્લામાં ગઈકાલે પણ વરસાદી માહોલ યથાવત હતો અને જિલ્લાભરમાં માત્ર છુટા છવાયા ઝાપટા પડ્યા હતા પરંતુ હવામાન વિભાગ દ્વારા આગામી 12 અને 13 જુલાઈના રોજ જિલ્લામાં ભારે થી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. અતિભારે વરસાદની આગાહીના પગલે સમગ્ર જિલ્લાના વહીવટી તંત્રને કરી દેવામાં આવ્યું છે
અને હવામાન વિભાગના સૂત્રોએ જણાવ્યું કે 13મી તારીખ સુધી જિલ્લામાં વરસાદ પડશે.જોકે આગામી તારીખ 12 અને 13 ના રોજ અતિભારે વરસાદ ત્રાટકી શકે છે. ખાસ કરીને કોઈ એક વિસ્તારમાં અસાધારણ વરસાદ પડશે જેના કારણે લોકોને સાવચેત રહેવા માટેની અપીલ કરવામાં આવી છે અને 12 અને 13 મી તારીખ ના રોજ અમરેલી
જૂનાગઢ અને ગીર સોમનાથ જિલ્લા માટે આ પ્રકારની આગાહી કરવામાં આવી છે.શનિવારના દિવસે વડીયા પંથકમાં ઝાપટા સ્વરૂપે માત્ર પાંચ મિનિટ વરસાદ નોંધાયો હતો અને ધરી અને બગસરા તાલુકામાં પણ હળવા ઝાપટાં પડ્યા હતા.અમરેલીમાં બપોર બાદ શનિવારે વકાશ વાદળો થી ઘેરાયેલા હતા અને તો પણ વરસાદ વરસ્યા ન હતો.
આપણે જણાવી દઈએ કે ગઈકાલે રાતે અમદાવાદ શહેરમાં છેલ્લા પાંચ દિવસની અંદર ધમાકેદાર એન્ટ્રી કરી છે ને મોડી રાત્રે બે વાગ્યાની આસપાસ ફરી એક વખત વરસાદનો રાઉન્ડ શરૂ થયો હતો જેને લઇને બે કલાકમાં સમગ્ર શહેરની અંદર બે ઇંચ કરતાં પણ વધારે વરસાદ પડ્યો હોય તેવી માહિતીઓ સામે આવે છે.
ઘણા બધા વિસ્તારની અંદર પાણી ભરાવાની પણ ઘટના બની છે. વાસણા પાલડી સરસપુર હાટકેશ્વર બોપલ જેવા વિસ્તારની અંદર ઘૂંટણ સમા પાણી ભરાયા છે. તેમજ લોકોને વહેલી સવારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે તેમજ શહેરની અંદર શાળા કોલેજોમાં પણ રજા જાહેર કરી દેવામાં આવી છે.