સમગ્ર ગુજરાત રાજ્યની અંદર ધીમી ધારે વરસાદ પડી રહ્યો છે તેમ જ અમદાવાદ શહેરમાં છેલ્લા પાંચ દિવસની અંદર ધમાકેદાર એન્ટ્રી કરી છે ને મોડી રાત્રે બે વાગ્યાની આસપાસ ફરી એક વખત વરસાદનો રાઉન્ડ શરૂ થયો હતો જેને લઇને બે કલાકમાં સમગ્ર શહેરની અંદર બે ઇંચ કરતાં પણ વધારે વરસાદ પડ્યો હોય તેવી માહિતીઓ સામે આવે છે.
આપને જણાવી દઈએ કે અમદાવાદમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી હતી અને સોમવારે સવારે સાત વાગ્યાથી જોતા છેલ્લા 12 કલાકની અંદર આઠ ઇંચ કરતાં પણ વધારે વરસાદ પડ્યો હતો અને તેને લઈને ઘણા બધા વિસ્તારની અંદર પાણી ભરાવાની પણ ઘટના બની છે. વાસણા પાલડી સરસપુર હાટકેશ્વર બોપલ જેવા વિસ્તારની અંદર ઘૂંટણ સમા પાણી ભરાયા છે.
તેમજ લોકોને વહેલી સવારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે તેમજ શહેરની અંદર શાળા કોલેજોમાં પણ રજા જાહેર કરી દેવામાં આવી છે.આપને જણાવી દઈએ કે રવિવારે મોડી રાત્રે બે વાગ્યાથી સાંજના છ વાગ્યા સુધીમાં પાલડી વાસણા એલિસ બ્રિજ માં ત્રણ ઇંચ કરતા વધારે વરસાદ પડ્યો છે તેમ ઉસ્માનપુરા આશ્રમરોડ વાડજ અને ઇન્કમટેક્સ વિસ્તારમાં અઢી જેટલો વરસાદ પડ્યો છે
અને હજુ પણ વરસાદ બંધ થવાનું નામ નથી લઈ રહ્યો તેવી માહિતીઓ સામે આવી રહી છે.ભારે વરસાદના કારણે લોકોને ભારે હાલાકી નો સામનો કરવો પડી રહ્યો છે ને અમદાવાદની અંદર માત્ર એક કલાકની અંદર જ દોઢી જેટલો વરસાદ પડતા વિવિધ વિસ્તારોમાં પાણી ભરાવાના શરૂ થયા હતા અને અમુક વિસ્તારોમાં તો એપાર્ટમેન્ટની અંદર પણ ઘણા ઘટાડો ના પાણી ઘૂસી ગયા છે
અને રવિવારે દક્ષિણ અને મધ્યમ ગુજરાતના ઘણા જિલ્લાઓમાં જેમકે છોટે ઉદેપુર ડાંગ નર્મદા વલસાડ નવસારી અને પંચમહાલ ની અંદર ભારે વરસાદના કારણે સર્જાયેલી સ્થિતિને કારણે મુખ્યમંત્રીએ તાબડ તોડ બેઠક બોલાવી હતી.આપને જણાવી દઈએ કે હવામાન વિભાગ દ્વારા આવનારા ચાર દિવસ સુધી સમગ્ર ગુજરાત રાજ્યમાં વરસાદ વરસે
તેવી આગાહી કરી છે અને ખાસ કરીને સૌરાષ્ટ્રના ગીર સોમનાથ જુનાગઢ દ્વારકા પોરબંદર ની અંદર ભારે વરસાદ પડશે ને આ સાથે દક્ષિણ ગુજરાતના નવસારી વલસાડ સુરત અને તાપીમાં પણ વરસાદ પડે તેવું આગાહી કરવામાં આવી છે અને માછીમારોને દરિયો ન ખેડવા માટેની ખાસ સૂચના આપી દેવામાં આવી છે.