મોટા સમાચાર / રાજ્યમાં સત્તાવાર રીતે ચોમાસાનું આગમન, હમાવાન વિભાગે કરી મોટી આગાહી
Shere :   
 

છેલ્લા કેટલાય દિવસથી જગતનો તાત જેને કાગડોળે રાહ જોઈ રહ્યો હતો. તે નૈઋત્યના ચોમાસાનુ વિધિવત ગુજરાતમાં આગમન થયુ છે અને દક્ષિણ ગુજરાતના વલસાડમાં નૈઋત્યના ચોમાસા અંતર્ગત વરસાદનો પ્રારંભ થયો છે. હવામાન વિભાગના મતે આગામી 24 કલાકમાં થન્ડરસ્ટોર્મ સાથે છૂટોછવાયો વરસાદ વરસશે. આગામી પાંચ દિવસ રાજ્યમાં વરસાદ રહેશે અને 17 જુનથી પુનઃ વરસાદ આવશે.

 

રાજયના વિવિધ વિસ્તારોમાં કોઈપણ સમયે છૂટો છવાયો વરસાદ આવી શકે છે. કેટલાક વિસ્તારમાં ભારે વરસાદની સંભાવના નકારી શકાય નહી તેમ પણ હવામાન વિભાગે આગાહી કરી છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ અત્યાર સુધી પ્રિ-મોન્સૂન એક્ટિવીટ હતી.

 

  • આગામી 5 રાજ્યમાં વરસાદ રહેશે
  • આગામી 24 કલાક થન્ડરસ્ટોર્મ સાથે છૂટો છવાયો વરસાદ રહેશે
  • આગામી 17 જુનથી પુનઃ વરસાદ આવશે
  • અત્યાર સુધી પ્રિ મોનસૂન એક્ટિવિટી હતી
  • રાજ્યમાં સત્તાવાર ચોમાસુ બેસી ગયું છે, દક્ષિણ ગુજરાતમાં સુરત સુધી ચોમસુ પહોંચ્યું
  • રાજયના વિવિધ વિસ્તારોમાં કોઈપણ સમયે છૂટો છવાયો વરસાદ આવી શકે
  • કેટલાક વિસ્તારમાં ભારે વરસાદ ની સંભાવના નકારી શકાય નહ8

ઉલ્લેખનીય છે કે છેલ્લા ત્રણ-ચાર દિવસથી સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાતમાં વરસાદ ખાબક્યો હતો. જેના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે. વરસાદ પડતા ખેડૂતોએ વાવણી કરવાનું શરૂ કરી દીધુ છે.

 
Shere :