ગુજરાતના સોનું શુદ્ધ તરીકે ઓળખાતા એવા આપણા ખજૂરભાઈ હાલમાં દિવસ-રાત જોયા વગર ગરીબ લોકોની મદદ કરી રહ્યા છે. ખજૂર ભાઈ અત્યાર સુધીમાં 200થી પણ વધારે ગરીબ પરિવારના લોકોને ઘર બનાવી આપ્યા છે. ખજૂરભાઈના આ કાર્યના વખાણ કરીએ તેટલાં ઓછાં છે.
હાલમાં તો ગરીબ લોકો માટે ખજૂર ભાઈ ભગવાન બની ગયા છે. આજે આપણે ખજુરભાઈની એક એવી વાત જાણવાના છીએ. જે સાંભળીને તમે પણ ખજૂરભાઈને દિલથી સલામ કરશો. ખજૂરભાઈ ઉર્ફે નીતિન જાની એક દિવસમાં આટલા હજાર રૂપિયાનું દાન કરી નાખે છે. આ આંકડો જાણીને તમે પણ ચોંકી ઉઠશો.
તમને જાણીને નવાઈ લાગશે કે ખજૂર ભાઈ એક દિવસમાં લગભગ 50 હજાર રૂપિયાનું દાન કરી નાખે છે. ખજૂરભાઈ ગરીબ લોકો અને જરૂરિયાતમંદ લોકોને ઘર બનાવી આપે છે. તેમાં ખજૂરભાઈ 50થી 60 હજાર રૂપિયાનો ખર્ચો કરી નાખે છે.
ખજૂરભાઈ પોતાના એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે, તેઓ પોતાની આવકનો 75% હિસ્સો ગરીબ અને જરૂરિયાતમંદ લોકો માટે વાપરે છે. Youtube ચેનલ માંથી ખજુરભાઈની મેન આવક આવે છે. તેઓ Youtube ચેનલ માંથી કેટલા રૂપિયા કમાય છે તેના 75% રૂપિયા દાન કરી નાખે છે. ખરેખર ખજૂરભાઈ કોઈ દેવદૂતથી ઓછા નથી.
ખજૂર ભાઈને Youtubeમાં બે ચેનલ ચાલે છે. જેમાં એક ચેનલનું નામ Khajur Bhai Vlogs અને બીજી ચેનલનું નામ Khajur Bhai છે. ખજૂર ભાઈ પોતાની Khajur Bhai નામની ચેનલમાં કોમેડી વિડિયો અપલોડ કરે છે. તેમના કોમેડી વિડિયો કોને લોકોને ખૂબ જ પસંદ આવે છે.
ખજૂર ભાઈ અત્યાર સુધીમાં કેટલાય ગરીબ લોકોના જીવન સુધારી નાખ્યા હશે. ખજૂરભાઈનું કહેવું છે કે લોકોની મદદ કરવી એ તેમના જીવનનો ઉદ્દેશ બની ગયો છે. ખજૂરભાઈએ બીજા લોકોની મદદ કરવા માટે પોતાનું કામ છોડી દીધું છે. સલામ છે ખજૂર ભાઈને.