હવે તમારી આસપાસની હવાની ગુણવત્તા પણ ગુગલ મેપમાં જોઈ શકશો
Shere :   
 

ગૂગલ મેપ્સ હવે એન્ડ્રોઇડ અને iOS યુઝર્સને એર ક્વોલિટી ઇન્ડેક્સ (AQI) બતાવશે. ગૂગલે જાહેરાત કરી છે કે, ગૂગલ મેપ્સના યુઝર્સ હવે બહાર નીકળતાં પહેલાં ગૂગલ મેપ્સ પર હવાની ગુણવત્તાનું સ્તર ચકાસી શકે છે. ટેક જાયન્ટ દ્વારા એક બ્લોગ પોસ્ટમાં જાહેર કરવામાં આવ્યા મુજબ, નેવિગેટિંગ એપ્લિકેશન હવે તમને AQI બતાવશે, હવા કેટલી તંદુરસ્ત અથવા બિનઆરોગ્યપ્રદ છે? તેનું માપ, બાહ્ય પ્રવૃત્તિઓ માટે માર્ગદર્શન, છેલ્લે માહિતી ક્યારે અપડેટ કરવામાં આવી હતી વગેરે.

કંપનીના જણાવ્યા મુજબ એર ક્વોલિટી લેયર સરકારી એજન્સીઓના વિશ્વસનીય ડેટા દર્શાવે છે. ગૂગલ મેપના યુઝર્સ સ્ક્રીનના ઉપરના જમણા ખૂણામાં રહેલા Air Quality under Map details પર ટેપ કરીને એર ક્વોલિટી લેયર ઉમેરી શકે છે. અગાઉ જણાવ્યા મુજબ આ સુવિધા હાલમાં યુનાઇટેડ સ્ટેટમાં ગૂગલ મેપ્સ યુઝર્સ સુધી મર્યાદિત છે અને કંપનીએ હજી સુધી તે જાહેર કર્યું નથી કે, તે અન્ય બજારો માટે પણ ઉપલબ્ધ થશે કે નહીં. ગૂગલ મેપના અગાઉના ફીચર્સને ધ્યાનમાં રાખીને એવી અપેક્ષા રાખવામાં આવે છે કે, આગામી મહિનાઓમાં એર ક્વોલિટી લેયર ભારતીય યુઝર્સ માટે પણ ઉપલબ્ધ થશે.

આ સિવાય ગૂગલે મેપ્સમાં 'wildfire' લેયર પણ લોન્ચ કર્યું છે. આ લેયરનો હેતુ યુઝર્સને જે-તે વિસ્તારમાં સક્રિય આગ વિશે માહિતગાર કરવાનો છે. આગામી મહિનાઓમાં કંપની નેશનલ ઓશનિક એન્ડ એટમોસ્ફેરિક એડમિનિસ્ટ્રેશન (NOAA) થી ગૂગલ સર્ચ પર હવાની ગુણવત્તાની માહિતીમાં યુ.એસ.માં થતો ધૂમ્રપાનનો ડેટા પણ ઉમેરાશે.

 
Shere :