ગુજરાત ના આ ગામ નું તળાવ અચાનક થઇ ગયું ગુલાબી…ચમત્કાર, આસ્થા કે પછી ષડયંત્ર ?
Shere :   
 

બનાસકાંઠાના સરહદી વિસ્તારમાં અજીબો ગરીબ કિસ્સો સામે આવ્યો છે. વાવના કોરેટી ગામના તળાવમાં સાત દિવસ પહેલાં અચાનક તળાવમાંના પાણીનો કલર બદલાતાં કુતૂહલ સર્જાયું હતું. એમાં તળાવના પાણીનો રંગ ગુલાબી થઇ જતાં લોકોમાં ભારે આશ્ચર્ય સર્જાયું છે. જોકે તળાવની વચ્ચે નીલકંઠ મહાદેવનું વર્ષો જૂનું મંદિર હોવાથી લોકોની અનેક પ્રકારની આસ્થાઓ પણ સામે આવી રહી છે, જ્યારે કેટલાક બુદ્ધિજીવી વર્ગનું આ એક વૈજ્ઞાનિક ઘટના હોવાનું માનવું છે.

તળાવના પાણીનો રંગ ગુલાબી થઈ ગયો
બનાસકાંઠા જિલ્લાના સરહદી પંથકના વાવના કોરેટી ગામના તળાવનો પાણીનો કલર બદલાયો છે, જેને લઈને વિસ્તારના તેમજ આજુબાજુના લોકોમાં કુતૂહલ સર્જાયું છે. કોરેટી ગામના તળાવમાંના પાણીનો રંગ સાત દિવસ અગાઉ અચાનક જ બદલાઈ જતાં આજુબાજુના લોકો જોવા માટે ઊમટ્યા છે. સતત સાત દિવસથી આ તળાવના પાણીનો રંગ ગુલાબી થઇ ગયો છે. જોકે આ એક વૈજ્ઞાનિક ઘટના હોવાનું પણ કેટલાક બુદ્ધિજીવી વર્ગનું માનવું છે.

વિશ્વમાં ખારાશને કારણે પીંક સરોવર પણ જોવા મળે છે
પીંક-ગુલાબી સરોવરો વિવિધ પરિબળોના સંયોજનથી ઉદભવે છે, જેમાં આબોહવા અને તેમની નીચે ખંડની જળવિજ્ઞાન, ખાસ કરીને ખારાશનું સ્તર જવાબદાર હોય છે. સમગ્ર વિશ્વમાં મીઠાના સરોવરોનો નારંગી/ગુલાબી રંગ ઘણીવાર લીલી શેવાળ ડુનાલીએલા સલિનાને આભારી છે. વિશ્વમાં પીક સરોવર એ એક પ્રકારના સોલ્ટ લેક હોવાનું માલુમ પડ્યું છે.

 

તળાવના બદલાયેલા રંગ સાથે લોકોની આસ્થા જોડાઈ
જોકે તળાવની વચ્ચે નીલકંઠ મહાદેવનું વર્ષો જૂનું મંદિર હોવાથી લોકોની અનેક પ્રકારની આસ્થા પણ સામે આવી રહી છે, પરંતુ સરહદી વિસ્તારમાં અચાનક તળાવનું પાણી બદલાવાના અજીબો ગરીબ કિસ્સાએ લોકોને હાલમાં ભારે અચરજ પમાડ્યું છે.

 

આ ચમત્કાર હોવાની ગ્રામજનોની માન્યતા
​​​​​​​જો કે આ અંગે સ્થાનિક આગેવાનોએ જણાવ્યું હતું કે સુઈગામ તાલુકામાં આવેલા કોરેટી ગામ શંકર ભગવાનનું હજાર વર્ષો જૂનું મંદિર છે. અહિં પાંડવોએ પૂજા કરેલી છે અને આ મંદિરના ચમત્કારે આ તળાવે લાખો હજારો લીટર પાણીમાં ગુલાલ નાખ્યો હોઈ એવો ઘાટો ગુલાબી રંગ પકડી લીધો છે. આખું ગામ વિચારમાં પડી ગયું છે કે આ શંકર ભગવાનનો ખરેખર ચમત્કાર છે. અમે શ્રદ્ધાથી એને નમન કરીએ છીએ. પાણીને માથા પર ચડાવીને આ શંકર ભગવાનનું વરદાન હોય એમ માનીએ છીએ

 
Shere :