મેચ હારી જતાં નિરાશ થયો દીપક ચહર, આંખમાંથી ધડધડ વહેવા લાગ્યા આંસુ
 
સાઉથ આફ્રિકા સામેની ત્રીજી વન-ડે મેચમાં ભારતની માત્ર ચાર રનોથી હાર થઈ હતી. ભારતને જીત અપાવવા માટે દીપક ચહરે શાનદાર 54 રનોની ઈનિંગ્સ રમી હતી. જો કે, તેમ છતાંયે તે ભારતને જીત અપાવી શક્યો ન હતો. છેલ્લી ઓવરમાં ભારત ઓલ-આઉટ થતાંની સાથે હારી જતાં ખુરશી પર બેસીને મેચ જોતો દીપક ચહર ભાવુક થઈ ગયો હતો અને તેની આંખમાંથી ધડધડ આંસુ વહેવા લાગ્યા હતા.
 
 
મેચમાં હાર સાથે જ દીપક ચહર ભારે ઉદાસ થઈ ગયો હતો. અને તે રડવા લાગ્યો હતો. ઈમોશનલ ચહરના ફોટા અને વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ ગયા હતા. લોકોએ દીપક ચહરને સાંત્વના આપતા ટ્વીટ કરી હતી કે અમે તારું દુઃખ સમજી શકીએ છીએ, તું ખુબ સારો રમ્યો હતો. અને સોશિયલ મીડિયામાં દીપક ચહરની સાથે Well Played પણ ટ્રેન્ડ થવા લાગ્યું હતું. દીપક ચહર રડી પડતાં અનેક ભારતીય ફેન્સ પણ ઉદાસ થઈ ગયા હતા.
 
Shere :