1 જુલાઇથી સિંગલ યુઝ પ્લાસ્ટિકનું વેચાણ કે ઉપયોગ બંધ
નિયમ તોડવા પર દુકાનનું લાઇસન્સ થશે રદ
કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડએ સિંગલ યુઝ પ્લાસ્ટિક પર પ્રતિબંધ મૂકવા માટે કડક નિયમ બનાવ્યો છે. સીપીસીબીએ સ્પષ્ટપણે કહ્યું છે કે, 1 જુલાઇથી જો કોઇ સિંગલ યુઝ પ્લાસ્ટિકનું વેચાણ કે ઉપયોગ કરશે તો તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.
1 જુલાઈથી સિંગલ યુઝ પ્લાસ્ટિક પર સંપૂર્ણ પ્રતિબંધ રહેશે
સીપીસીબીએ સિંગલ યુઝ પ્લાસ્ટિકની યાદી પણ જાહેર કરી છે, જેના પર 1 જુલાઇથી સંપૂર્ણ પ્રતિબંધ છે. આ તમામ ઉત્પાદનોના વિકલ્પ માટે 200 કંપનીઓ નવા ઉત્પાદનો બનાવી રહી છે. આ માટે તેમને લાયસન્સ રિન્યુ કરાવવાની જરૂર નથી.
1 જુલાઈથી આ વસ્તુઓ પર લાગશે પ્રતિબંધ
- પ્લાસ્ટિક સ્ટીક વાળા ઇયર બડ્સ
- ફુગ્ગાઓની પ્લાસ્ટિક સ્ટીક
- પ્લાસ્ટિકના ફ્લેગ
- પ્લાસ્ટિક કેન્ડી સ્ટિક
- આઇસક્રીમ સ્ટિક
- થર્મોકોલ
- પ્લાસ્ટિક પ્લેટ્સ
- પ્લાસ્ટિકના કપ
- પ્લાસ્ટિક પેકિંગના સામાન
- પ્લાસ્ટિકમાંથી બનેલા ઇન્વીટેશન કાર્ડ
- સિગારેટ પેકેટ્સ
- પ્લાસ્ટર અને પીવીસી બેનર્સ (100 માઇક્રોનથી ઓછા)
>પ્લાસ્ટિકનો ઉપયોગ કરનારાઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે
CPCB દ્વારા પસાર કરવામાં આવેલા આદેશમાં કહેવામાં આવ્યું છે કે, જો કોઇ પણ દુકાનમાં સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ કરવામાં આવશે તો તે દુકાનનું ટ્રેડ લાઇસન્સ કરી નાખવામાં આવશે. દુકાનદારે ફરીથી લાયસન્સ મેળવવા માટે દંડ સાથે ફરીથી અરજી કરવી પડશે.