અગ્નિવીરો માટે હરિયાણામાં ઉત્તમ અવસર
ગેરેન્ટી સાથે હરિયાણા સરકારમાં મળશે નોકરી
આંતરરાષ્ટ્રીય યોગ દિવસના અવસરે હરિયાણાના મુખ્યમંત્રી મનોહર લાલ ખટ્ટરે રાજ્યની જનતાને શુભકામના આપતા મોટી જાહેરાત કરી છે.
8માં આંતરરાષ્ટ્રીય યોગ દિવસ પર ભિવાનીમાં આયોજીત રાજ્ય સ્તરીય સમારંભમાં સીએમે ઘોષણા કરી હતી. મુખ્યમંત્રીએ કહ્યું હતું કે, અગ્નિપથ યોજનાથી રિટાયર્ડ થનારા હરિયાણાના તમામ યુવાનોને નોકરી મળશે. મુખ્યમંત્રી મનોહર લાલ ખટ્ટરે કહ્યું કે, આ તમામ યુવાનોને પોલીસ ભરતીમાં પ્રાથમિકતા આપીશું. અગ્નિપથથી રિટાયર્ડ યુવાનોને ગ્રુપ સીમાં ભરતી થશે.