એપ્રિલ ફૂલ ડે: 440 વર્ષ પહેલા ફ્રાંસમાં એપ્રિલ ફૂલ બનાવવાની શરૂઆત થઈ
દર વર્ષે 1 એપ્રિલના રોજ એપ્રિલ ફૂલ દિવસ મનાવાય છે. એની શરૂઆત ક્યારે થઈ એ એક રહસ્ય જ છે. લોકો એકબીજાની સાથે મજાક કરે છે અને અંતે, ‘એપ્રિલ ફૂલ’ બનાવ્યા કહીને ખુદ જ કહી પણ દે છે કે આ એક મજાક હતી. એપ્રિલ ફૂલને જનતા સુધી પહોંચાડવામાં અનેક બ્રાન્ડ્સ અને મીડિયા પણ પાછળ નથી. ભારતમાં તો 1964માં એપ્રિલ ફૂલ નામથી ફિલ્મ પણ બની ચૂકી છે, જેનું ગીત ‘એપ્રિલ ફૂલ બનાયા, ઉનકો ગુસ્સા આયા’ આજે પણ 1 એપ્રિલે ખૂબ યાદ કરવામાં આવે છે.
કેટલાક ઈતિહાસકારોના જણાવ્યા અનુસાર, એપ્રિલ ફૂલની શરૂઆત 1582માં થઈ હતી. ફ્રાંસમાં જુલિયન કેલેન્ડરના સ્થાને ગ્રેગોરિયન કેલેન્ડર અપનાવવામાં આવ્યું હતું. જુલિયન કેલેન્ડરમાં હિન્દુ નવવર્ષની જેમ માર્ચના અંત કે એપ્રિલની શરૂઆતમાં વર્ષ શરૂ થતું હતું, એટલે કે 1 એપ્રિલ આસપાસ.
ગ્રેગોરિયન કેલેન્ડર એટલે કે જાન્યુઆરીથી ડિસેમ્બર. જે લોકોને કેલેન્ડર બદલવાની જાણકારી મોડેથી પહોંચી, તેઓ માર્ચના અંતિમ સપ્તાહથી 1 એપ્રિલ સુધી નવવર્ષ મનાવતા રહ્યા અને આ કારણથી તેમના પર ખૂબ મજાક બની. તેમની મજાક ઉડાવવામાં આવી. તેમને એપ્રિલ ફૂલ કહેવામાં આવ્યા. કાગળથી બનેલી માછલીઓ તેમની પાછળ લગાવી દેતા હતા. તેને પોઈશન ડેવરિલ (એપ્રિલ ફિશ) કહેવામાં આવતું હતું. આ એક એવી માછલી હતી, જે આસાનીથી શિકાર બની જતી હતી. એવામાં તે લોકોની મજાક થતી, જેઓ સરળતાથી મજાકનો ભોગ બની જતા હતા.
ઈતિહાસકાર એપ્રિલ ફૂલને હિલેરિયા (આનંદ માટે લેટિન શબ્દ) સાથે પણ જોડે છે. એને સિબેલ સમુદાયના લોકો માર્ચના અંતમાં પ્રાચીન રોમમાં મનાવતા હતા. એમાં લોકો વેશ કાઢતા અને એકબીજાની અને મેજિસ્ટ્રેટ સુધીના લોકોની મજાક ઉડાવતા. તેને ઈજિપ્તની પ્રાચીન કહાનીઓ સાથે જોડવામાં આવે છે. કેટલાક લોકો એમ પણ કહે છે કે એપ્રિલ ફૂલનો સંબંધ વર્નલ ઈક્વોનોક્સ કે વસંતના આગમન સાથે છે. પ્રકૃતિ બદલાતી મોસમ સાથે લોકોને બેવકૂફ બનાવે છે.
બ્રિટનમાં એપ્રિલ ફૂલ 18મી સદીમાં પહોંચ્યું. સ્કોટલેન્ડમાં એ બે દિવસની પરંપરા બની. ‘હંટિંગ ધ ગૌક’ (મૂર્ખ વ્યક્તિનો શિકાર)થી શરૂઆત થતી હતી, જેમાં લોકોને મૂર્ખનું પ્રતીક સમજનાર પક્ષીનું ચિત્ર મોકલવું સામેલ હતું. બીજા દિવસે ટેલી ડે રહેતો, જ્યારે લોકોની પાછળ પૂંછડી કે ‘કિક મી’ જેવા સંકેત ચીપકાવીને તેમની મજાક ઉડાવવામાં આવતી હતી.
જેમ જેમ સમય બદલાયો, એપ્રિલ ફૂલ મીડિયામાં પણ પોપ્યુલર થઈ ગયું. 1957માં BBCએ રિપોર્ટ આપ્યો કે સ્વિસ ખેડૂતોએ નૂડલ્સનો પાક ઉગાડ્યો છે. એના પછી હજારો લોકોએ BBCને ફોન લગાવીને ખેડૂતો અને પાક વિશે પૂછપરછ કરી. 1996માં ફાસ્ટફૂડ રેસ્ટોરાં ચેન ટેકો બેલે એમ કહીને લોકોને બેવકૂફ બનાવ્યા કે તેણે ફિલાડેલ્ફિયાની લિબર્ટી બેલ ખરીદી લીધી છે અને એનું નામ ટેકો લિબર્ટી બેલ રાખી દીધું છે. ગૂગલ પણ પાછળ ન રહ્યું. ટેલિપેથિક સર્ચથી લઈને ગૂગલ મેપ્સ પર પેકમેન રમવા સુધીની ઘોષણાઓ કરીને યુઝર્સને બેવકૂફ બનાવવામાં આવ્યા છે.
સ્ટીવ જોબ્સ, સ્ટીવ વોજનિયાક અને રોનાલ્ડ વેને એપલ બનાવી
આ એપ્રિલ ફૂલ જરા પણ નથી, પરંતુ એકદમ સત્ય છે. 1 એપ્રિલ 1976ના રોજ સ્ટીવ જોબ્સ, સ્ટીવ વોજનિયાક અને રોનાલ્ડ વેને એપલની સ્થાપના કરી. એ પછી આ કંપની એક મલ્ટીનેશનલ કંપની બનીને ઊભરી. એની સૌથી લોકપ્રિય પ્રોડક્ટ્સમાં આઈફોન, આઈપેડ, મેકબુક સામેલ છે. ગત વર્ષે એપલ ઈન્કનું વેલ્યુએશન 2 ટ્રિલિયન ડોલર એટલે કે 146 લાખ કરોડ થઈ ચૂકી હતી.
નેધરલેન્ડ બન્યો સમલૈંગિક વિવાહોને અનુમતિ આપનારો પ્રથમ દેશ
2001માં આજના જ દિવસે નેધરલેન્ડ સમલૈંગિક વિવાહોને અનુમતિ આપનારો પ્રથમ દેશ બન્યો હતો. પિઉ રિસર્ચ સેન્ટરના અનુસાર, આજે દુનિયાના 29 દેશમાં સમલૈંગિક લગ્નોને અનુમતિ છે. તેમાં નેધરલેન્ડ ઉપરાંત ન્યૂઝીલેન્ડ, યુકે, અમેરિકા સહિત અન્ય દેશ સામેલ છે. ભારતમાં સમલૈંગિક લગ્ન કાયદાકીય રીતે માન્ય નથી.
દેશ દુનિયામાં 1 એપ્રિલે બનેલી મુખ્ય ઘટનાઓ આ પ્રકારે છે
2010: ભારતે વસતિ ગણતરી શરૂ કરી. આ એક વર્ષ ચાલી. આ દરમિયાન આધાર કાર્ડ બનાવવાની પ્રક્રિયા શરૂ થઈ.
1976: દૂરદર્શનને આકાશવાણીથી અલગ કરીને દૂરદર્શન કોર્પોરેશનની સ્થાપના થઈ.
1969: ભારતનું પ્રથમ ન્યૂક્લિયર એનર્જી સ્ટેશન મહારાષ્ટ્રના તારાપુર ક્ષેત્રમાં શરૂ થયું
1936: ઓડિશાને બિહારથી અલગ કરીને નવું રાજ્ય બનાવવામાં આવ્યું.
1935: રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ કામ શરૂ કર્યું. એના માટે અંગ્રેજોએ રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા એક્ટ 1934 કાયદો બનાવ્યો હતો.
1933: પાકિસ્તાનના કરાચીમાં ભારતીય વાયુસેનાની સ્થાપના કરાઈ.
1930: દેશમાં લગ્ન માટે યુવતીઓની લઘુતમ વય 14 અને યુવકોની વય 18 વર્ષ કરાઈ.
1924: એડોલ્ફ હિટલરને બિયર હોલ ક્રાન્તિમાં ભાગ લેવા માટે 5 વર્ષ કેદની સજા સંભળાવાઈ, પરંતુ તેઓ માત્ર 9 મહિના સુધી જ જેલમાં રહ્યા.
1912: દિલ્હીને ભારતની રાજધાની અને એક પ્રાંત ઘોષિત કરાઈ.
1891: ફ્રાંસની રાજધાની પેરિસ અને બ્રિટનની રાજધાની લંડન વચ્ચે ટેલિફોન સંપર્ક શરૂ થયો.
1839: કલકત્તા મેડિકલ કોલેજ અને હોસ્પિટલ શરૂ થઈ હતી.
1793: જાપાનમાં ‘ઉનસેન’ નામનો જ્વાળામુખી ફાટવાથી લગભગ 53 હજાર લોકોનાં મોત થયાં.